
Song: Ambudu Jambudu
Singer: Nidhi Khara
Label: Nidhi Khara Official
Release date: May 13, 2026
Ambudu Jambudu Lyrics Gujarati
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું,
રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું,
રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં,
હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં,
શંકર ને ઘેર પારવતી , બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી,
વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામ ને ઘેર સીતાજી,
કૃષ્ણ ને ઘેર રાધાજી,ગોર ને ઘેર ગોરાણી ,ગોર ને ઘેર ગોરાણી ,
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,
નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ડાળીએ બેઠા દામોદર પાળે બેઠા પુરુષોત્તમ,
કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ,
સુદામાની ઝુંપડી, ખાવા આવો સુખડી, ભવની ભાંગો ભૂખડી,
સુખડાં લ્યો શ્રી રામના સુખડાં લ્યો શ્રી રામના
આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું,
રાય દામોદર નોતર્યા, ગણપતિ,ગજાનન, ઈશ્વર ને ઘેર પારવતી ,
રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં,
વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે,
સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,
ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,
મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન કીધાજી ,આટલા નામ લીધાજી,
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,
નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો,
ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય ,
સુખડાં લ્યો શ્રી રામના સુખડાં લ્યો શ્રી રામના
આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું,
રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,
નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ગાય રે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય,
ચરતી ચરતી પાછી વળી, ગંગાજળ પાણી પીવા જાય,